GST ના રંગે રંગાયેલું, ખેડૂત-તરફી મનાતું બજેટ 2018
સરકારની નીતિઓનું પ્રતિબિંબ અને રાજકારણના આટાપાટાઓનું સંયોજન એવું બજેટ તૈયાર થઈ રહ્યું છે. વર્ષ 2018 ના બજેટ માટે સામાન્ય ધારણા એવી છે કે આ વખતનું બજેટ ગરીબો અને ખેડૂતો-તરફી હશે. સરકારના પ્રયાસો છતાં ખેડૂતો 2016-17 ના વર્ષમાં તેમના પાક માટે યોગ્ય કિંમત મેળવી શક્યા નથી, અને એટલે જ બજેટમાં કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓમાં વધુ ફંડ ફાળવવામાં આવે એવી શક્યતા છે. સિંચાઈ યોજનાઓ, પાક વીમા યોજના, અને અન્ય ખેતીલક્ષી સરકારી યોજનાઓ પર વધુ ધ્યાન રહેશે એમ માનવામાં આવે છે.
2019 ની લોકસભા ની તેમજ આવનારી વિધાનસભાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવતું આ બજેટ લોકભોગ્ય હશે જ એમાં કોઈ સંશય નથી, પણ અહીં આપણે ફક્ત આવનારા બજેટની રસપ્રદ બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું:
1. GST લાગુ થયા પછીનું પહેલું બજેટ: પહેલી જુલાઈ 2017 માં GST લાગુ થયા પછીનું આ પહેલું બજેટ વર્ષ 2017-18 ના અપ્રત્યક્ષ કરના અંદાજોને સુધારશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના GST રેવન્યુ ની માહિતી આપશે। આગળના પ્રત્યક્ષ કરવેરા જેવા કે એક્સસાઈઝ ડ્યૂટી અને અન્ય વેરાથી મળેલી આવકો અંગે પણ પ્રકાશ પાડવામાં આવશે।
2. ટૂંકો ભાગ ‘બી’: વર્ષ 2018 નું બજેટ નવા કલેવરમાં આવશે, કેમકે ડઝનથી વધુ ચિજવસ્તુઓ હવે નવા કરમાળખામાં આવી ગયા હોવાથી તે સામાન્ય બજેટનો હિસ્સો નહીં બને. વધુમાં અપ્રત્યક્ષ કરવેરાનું લાબું લિસ્ટ હવે ભાગ ‘બી ‘ નો ભાગ નહીં હોય એટલે બજેટનું લક્ષ બીજા સીધા (પ્રત્યક્ષ) વેરા અને કસ્ટમ ડ્યૂટી પર હશે અને ભાગ ‘ બી’ ટૂંકો હશે.
3. વળતર નો સમાવેશ: નોટબંધી તેમજ GST જેવા પગલાંઓને લીધે આવક ને કરવેરા ને લગતી ખોટ સરભર કરવા આ બજેટમાં વધારાના 20 થી 25 હજાર કરોડ રૂપિયા વળતર રૂપે ફાળવવામાં આવે એવી શક્યતા છે.
4. અપ્રત્યક્ષ કરવેરાના યુગનો અંત: GST કાઉન્સિલ હવે કરવેરા અંગે અંતિમ ફેંસલો લે છે. આ બાબત કેન્દ્રીય નાણાં પ્રધાનના અપ્રત્યક્ષ કરવેરા અંગે નિર્ણય લેવાની સત્તાનું હસ્તાંતરણ કરનારી છે. બજેટ 2018 અપ્રત્યક્ષ કરવેરાના યુગનો અંત લાવશે અને નવી આર્થિક નીતિ માટે દેશને તૈયાર કરશે.
GSTએ ‘એક કર, એક દેશ’ ની વિચારધારાને બળ આપ્યું છે, હવે 2018 અને આવનારા તમામ બજેટ આ ક્રાંતિકારી કરમાળખાને વધુ ને વધુ મજબૂત કરશે અને દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપી દરેક વર્ગને ધ્યાનમાં રાખશે એવી આશા રાખીએ।
મુનીમજી સાથે રહો બજેટ, કરવેરા, અને એકાઉન્ટન્સી ની દરેક બાબતોથી વાકેફ। અમે આપના વેપાર-ધંધાને લગતી તમામ એકાઉન્ટ્સ ને લગતી મૂંઝવણોનું સચોટ સમાધાન આપીયે છીએ.
Comments
Post a Comment