GST ના રંગે રંગાયેલું, ખેડૂત-તરફી મનાતું બજેટ 2018
સરકારની નીતિઓનું પ્રતિબિંબ અને રાજકારણના આટાપાટાઓનું સંયોજન એવું બજેટ તૈયાર થઈ રહ્યું છે. વર્ષ 2018 ના બજેટ માટે સામાન્ય ધારણા એવી છે કે આ વખતનું બજેટ ગરીબો અને ખેડૂતો-તરફી હશે. સરકારના પ્રયાસો છતાં ખેડૂતો 2016-17 ના વર્ષમાં તેમના પાક માટે યોગ્ય કિંમત મેળવી શક્યા નથી, અને એટલે જ બજેટમાં કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓમાં વધુ ફંડ ફાળવવામાં આવે એવી શક્યતા છે. સિંચાઈ યોજનાઓ, પાક વીમા યોજના, અને અન્ય ખેતીલક્ષી સરકારી યોજનાઓ પર વધુ ધ્યાન રહેશે એમ માનવામાં આવે છે. 2019 ની લોકસભા ની તેમજ આવનારી વિધાનસભાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવતું આ બજેટ લોકભોગ્ય હશે જ એમાં કોઈ સંશય નથી, પણ અહીં આપણે ફક્ત આવનારા બજેટની રસપ્રદ બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું: 1. GST લાગુ થયા પછીનું પહેલું બજેટ: પહેલી જુલાઈ 2017 માં GST લાગુ થયા પછીનું આ પહેલું બજેટ વર્ષ 2017-18 ના અપ્રત્યક્ષ કરના અંદાજોને સુધારશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના GST રેવન્યુ ની માહિતી આપશે। આગળના પ્રત્યક્ષ કરવેરા જેવા કે એક્સસાઈઝ ડ્યૂટી અને અન્ય વેરાથી મળેલી આવકો અંગે પણ પ્રકાશ પાડવામાં આવશે। 2. ટૂંકો ભાગ ‘બી’: વ...