GST સેસ- આપે આ જાણ્યું ઍના વિશે ?


આપણા દેશના મોટામાં મોટા કર સુધારણા કાર્યક્રમ GST ઍ વ્યાપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને નાનાં અને મદ્યમ કક્ષાના વેપારીઓ અને ઉધ્યોગપતિઓ માટે આ કરનુ માળખુ જટિલ બની રહ્યુ છે. CGST, SGST, અને IGST ઉપરાંત GST પર સેસ પણ લાગે છે. ચાલો, આજે આપણે સમજીએ કે અમુક સામાનની સપ્લાઇ પર લેવાતો GST સેસ અથવા ઉપકર શું છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે: 

GST સેસ લાગુ પાડવાનું કારણ:

અન્ય તમામ ટેક્ષથી અલગ GST ઍ વપરાશ-આધારિત ટેક્ષ છે. તેના અમલીકરણને લીધે રાજ્યોને ચૂકવવી પડતી વળતરની રકમ વસુલવા આ ઉપકર નાખવામાં આવ્યો છે. જે રાજ્યોમાં વસ્તુઓ કે સેવાઓનો વપરાશ થાય છે તે રાજ્યો સપ્લાઇ આવક મેળવશે. 
આ કારણોસર, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ગુજરાત, હરિયાણા અને કર્ણાટક જેવા ઉત્પાદક રાજ્યોને પરોક્ષ કરમાંથી થતી આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. આ રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે, અમુક સૂચિત વસ્તુઓની સપ્લાઈ પર GST ઉપકર વસૂલ કરવામાં આવશે, જે આ રાજ્યોને વહેંચવામાં આવશે. આ ઉપકર GST અમલીકરણ તારીખથી 5 વર્ષ સુધી વસૂલ કરવામાં આવશે.

GST ઉપકર કોણે કોણે આપવો પડશે?

GST ઉપકર સૂચિત વસ્તુઓની સપ્લાઇ પર જ લાગે છે. તેથી આવા સામાનની સપ્લાઇ કરતા બધા કરદાતાઓઍ આ ઉપકર ચૂકવવાનો રહેશે. કૉંપોજ઼િશન કરદાતાઓને આ ઉપકર ભરવામાંથી મુકત રાખવામાં આવ્યા છે. 
GST ઉપકર હેઠળ સૂચિત સામાનની યાદી:
• પાન મસાલા
• તમાકુ અને તમાકુની પેદાશો જેવી કે ખૈનિ, ગુટખા
• સિગારેટ
• કોલસો અને તેમાંથી ઉત્પાદિત સખ્ત ઇંધણ, લિગ્નાઇટ
• વાયુયુક્ત પાણી (aerated water)
• મોટર વાહનો વગેરે.

લાગુ થયેલા ઉપકર નો દર:

અહીં ક્લિક કરીને જાણો આ સામાન પર લાગુ થયેલા GST ઉપકરનો દર .

ઇનપુટ ક્રેડિટ નો લાભ:

આ સામાનની આંતરિક સપ્લાઈ પર ઉપકરની ચુકવણી કરીને ઇનપુટ ક્રેડિટ મેળવી શકાય છે. પરંતુ, આ ક્રેડિટ નો ઉપયોગ માત્ર  સેસની ચુકવણી માટે જ કરી શકાય છે.
અહીં પ્રશન ઍ ઉદભવે છે કે, કયા મૂલ્યોના આધારે GST સેસની ગણતરી થવી જોઈએ ? GST સેસ કેટલીક ચોક્કસ વસ્તુઓના સપ્લાઇ માટે ઉઘરાવાતો ઉપકર છે તેથી કહી શકાય કે આ સેસની ગણતરી વ્યવહારોના મૂલ્યના આધારે થવી જોઈએ. આંતરીક રાજ્ય સપ્લાઈના કિસ્સામાં GST સેસ – CGST + SGST અને રાજ્ય રાજ્ય વચ્ચેની સપ્લાઈ માટે IGST સેસની વસૂલાત કરવી જોઈએ.
GST સેસ ભલે ફક્ત GST લાગુ થયાના 5 વર્ષ સુધી જ  રહેવાનો હોય, પણ આ ઉપક્રમાંસૂચિત વસ્તુઓ સપ્લાઇ કરતા વિક્રેતાઓ માટે તેની ગણતરી કરવી આવશ્યક છે. 
આ હતી GST ઉપકર ની માહિતી. GST તેમજ બિજ઼્નેસ અકાઉંટેન્સી અંગે વધુ માહિતી મેળવવા તેમજ અપડેટ્સ મેળવતા રહેવા મુનીમજી સાથે જોડાયેલા રહો.

Comments

Popular posts from this blog

Why should every entrepreneur create an accounting cheat sheet?

How GST impacts NRIs

Accounting And Finance: Why Is It Important For A Business