GST સેસ- આપે આ જાણ્યું ઍના વિશે ?
આપણા દેશના મોટામાં મોટા કર સુધારણા કાર્યક્રમ GST ઍ વ્યાપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને નાનાં અને મદ્યમ કક્ષાના વેપારીઓ અને ઉધ્યોગપતિઓ માટે આ કરનુ માળખુ જટિલ બની રહ્યુ છે. CGST, SGST, અને IGST ઉપરાંત GST પર સેસ પણ લાગે છે. ચાલો, આજે આપણે સમજીએ કે અમુક સામાનની સપ્લાઇ પર લેવાતો GST સેસ અથવા ઉપકર શું છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે: GST સેસ લાગુ પાડવાનું કારણ: અન્ય તમામ ટેક્ષથી અલગ GST ઍ વપરાશ-આધારિત ટેક્ષ છે. તેના અમલીકરણને લીધે રાજ્યોને ચૂકવવી પડતી વળતરની રકમ વસુલવા આ ઉપકર નાખવામાં આવ્યો છે. જે રાજ્યોમાં વસ્તુઓ કે સેવાઓનો વપરાશ થાય છે તે રાજ્યો સપ્લાઇ આવક મેળવશે. આ કારણોસર, મહારાષ્ટ્ર, તમિળનાડુ, ગુજરાત, હરિયાણા અને કર્ણાટક જેવા ઉત્પાદક રાજ્યોને પરોક્ષ કરમાંથી થતી આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. આ રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે, અમુક સૂચિત વસ્તુઓની સપ્લાઈ પર GST ઉપકર વસૂલ કરવામાં આવશે, જે આ રાજ્યોને વહેંચવામાં આવશે. આ ઉપકર GST અમલીકરણ તારીખથી 5 વર્ષ સુધી વસૂલ કરવામાં આવશે. GST ઉપકર કોણે કોણે આપવો પડશે? GST ઉપકર સૂચિત વસ્તુઓની સપ્લાઇ...