સસ્તા ટૂર પેકેજ શક્ય છે GST સાથે
વેકેશન હોય કે મિત્રો ને પરિવાર સાથે મળીને આનંદ માણવાની વાત હોય, ટૂર અથવા પ્રવાસથી સારો બીજો કોઈ વિકલ્પ નથી! પરંતુ, મોંઘવારી ને ઇંધણના ભાવ વધવા સાથે આજે મધ્યમ વર્ગના લોકોએ પ્રવાસનું આયોજન કરવા માટે બે વાર વિચારવું પડે એવું છે. જોકે GST એક સારા સમાચાર લઈને આવ્યો છે આપણા બધા માટે કે ટૂર પેકેજ સસ્તા થાય આવી શક્યતા છે. ચાલો સમજીયે આ કેવી રીતે શક્ય છે…
સરકાર ટૂર ઓપરેટર્સને કરમાં વળતર આપવાનું આયોજન કરી રહી છે. સરકારનું આ કદમ ટૂર પેકેજ સસ્તા કરી શકે છે. ‘ધ ઇકોનોમિક ટાઈમ્સ’ માં આ અંગે અહેવાલ આપવામાં આવ્યો છે. કર વળતર પ્રવાસ બુકિંગ પાર લાગતા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST ) ના ભારણને ઓછું કરશે ને એનો સીધો ફાયદો ગ્રાહકોને સસ્તા પેકેજ ના રૂપમાં મળવાની શક્યતા છે.
આ અંગેનો અહેવાલ જણાવે છે કે GST કાઉન્સિલે આ અંગે છેલ્લી મિટિંગમાં ચર્ચા કરી હતી, પણ આ મુદ્દે અંતિમ ફેંસલો હવે પછી થનારી કાઉન્સીલની મિટિંગમાં લેવામાં આવશે। એક અધિકારીએ જણાવ્યું છે કે કાઉન્સિલ 2 વિકલ્પો અંગે વિચારી રહી છે: ક્યાં તો ટૂર ઓપરેટર્સ પાસે 12 ટકા ટેક્સ લયીને બધા ઇનપુટ્સ પર વળતર આપવામાં આવશે અથવા 5 ટકા ટેક્સ લયીને સમાન ધંધામાં ઇનપુટ સેવાઓને વળતર આપવામાં આવશે।
હાલમાં, ટૂર ઓપરેટર્સ ઇનપુટ કર વળતરને બાદ કરતા 5 ટકા કર ભરે છે. પ્રવાસન ઉદ્યોગ ઈચ્છે છે કે તેમને કર ના દર જેટલું જ ઇનપુટ વળતર આપવામાં આવે. આજની તારીખમાં ઓપરેટર્સ હોટેલના રૂમના ભાવ ઉપર લગભગ 15 થી 20 ટકા કર ભરવાનો થાય છે. એના ઉપર GST લાગતા કુલ કર લગભગ 25 ટકા પર પહોંચે છે. જો આ કુલ કર ઓછો થઇ જાય તો ચોક્કસ પેકેજના દર પાર ઘટાડો થશે. ચાલો, આશા રાખીએ કે હવે પછીની બેઠકમાં GST કાઉન્સિલ આપણા ફાયદાનો ફેંસલો કરે ને પ્રવાસનું પેકેજ સસ્તું થાય!
મુનીમજી સાથે GST ની તમામ અપડેટસ થી માહિતગાર રહો. આપણા વેપાર-ઉદ્યોગના એકાઉન્ટ્સ ની ચિંતા છોડો મુનીમજી પર!
Comments
Post a Comment