GST યુગમાં અકાઉંટેંટ્સ ની ભૂમિકા
આપણા નાણા પ્રધાન શ્રી અરૂણ જેટલીઍ જેને 1947 પછીનો સૌથી મહત્વનો કર સુધારો ગણાવ્યો છે તેવા GST ઍ વેપારજગતમાં કરની ગણતરી અને ચૂકવણીની પદ્ધતીમાં આમૂલ પરિવર્તન કર્યુ છે. તે સાથે જ પ્રમાણિત અકાઉંટેંટ્સ ની માંગ અનૅકગણીે વધી છે. આજની તારીખમાં કૉર્પોરેટ અકાઉંટેંટ્સ કોઈપણ કંપની માટે, પછી ભલે તે નાની હોય કે મોટી, ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે.
ચાલો જોઈયે પ્રમાણિત અકાઉંટેંટ GST યુગમાં શુ ભાગ ભજવે છે અને કઈ રીતે ઉધ્યોગ-ધંધાને મદદરૂપ થાય છે:
1. જુદાજુદા પ્રકારના રિટર્ન: GST ઍ સ્ત્રોત-આધારિત કર છે અને તેમાં માસિક, ત્રિમાસિક, અને વાર્ષિક રીતે કુલ 37 પ્રકારના રિટર્ન ભરવાના થાય છે. સ્વાભાવિક રીતે વેપારીઓ અને ઉધ્યોગપતિઓ આટલા બધા રિટર્ન સાથે પનારો પાડી શકે ઍમ નથી. આ માટે તેમણે પ્રમાણિત અકાઉંટેંટ્સ પર જ આધાર રાખવો પડે ઍમ છે.
2. યોગ્ય સૂચનો: GST ને લગતા ઘણા પાસાઓની સમજ આપવાથી લયિને તેની છેલ્લામાં છેલ્લી જાહેરાત સુધીની માહિતી આપવાનું કામ પ્રામણીત અકાઉંટેંટ્સ કરે છે. બીજા શબ્દોમાં, GST માળખાને સરળ બનાવવાનું કામ અકાઉંટેંટ્સનું છે.
3. માનકોનું પાલન: GST માટે સરકારે જાહેર કરેલા માનકોનું પાલન દરેક રિટર્ન ભરતી વખતે થવુ જરૂરી છે. ટૅક્સ વળતર કે પછી અન્ય લાભો ને પ્રોત્સાહનો મેળવવા માટે યોગ્ય ધોરણો જળવાયી રહેવા જરૂરી છે અને ઍ માટે અકાઉંટેંટ્સ થી બહેતર રીત કોણ જાણે છે?
4. હિસાબો અંગે ખાત્રી: અકાઉંટેંટ્સ વિવિધ ઑડિટ કાર્યો દ્વારા હિસાબોને GST વેરા સાથે સુસંગત બનાવે છે. વધુમાં તેઓ રજિસ્ટ્રેશન ફેરફારો, વળતર ચકાસણી, GST સાથે જોડાયેલા મામલાઓમાં સમાધાન, આંતરિક હિસાબી સુધારણા વગેરે માટે પણ મહત્વનો ભાગ ભજવે છે.
5. વિગતવાર વિશ્લેષણ: કંપની ના સંપૂર્ણ આર્થિક તંત્રનું મૂલ્યાંકન, અને તેને ચુકવવાપાત્ર અથવા મળવાપાત્ર ખાતાઓમાં વર્ગીકૃત કરવાનુ કામ અકાઉંટેંટ્સ નું છે. સિસ્ટમ સમાવેશ થાય છે. ઉપરાંત, સમગ્ર તંત્રને જીએસટી સાથે સુસંગત કરવામાં અકાઉંટેંટ્સ ફાળો આપે છે.
તાલીમ પ્રાપ્ત પ્રમાણિત અકાઉંટેંટ્સ માટે GST યુગ નવી સંભાવનાઓ અને તકો લાવ્યો છે. આપ પણ મુનીમજીના અડ્વૅન્સ્ડ કૉર્પોરેટ અકાઉંટેંટ તેમજ GST અંગેના ખાસ કોર્સ દ્વારા નવીન તકોને ઝડપી શકો છો. આજે જ મુલાકાત લો મુનીમજી ની!
Comments
Post a Comment