અમદાવાદ ના લઘુ ઉદ્યોગો માટે ખાસ- GST નું જાણવા જેવું!
આ વાત શરુ થાય છે પહેલી જૂલાઇ, 2017 થી, જ્યારથી આપણા દેશમા GST (ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટેક્સ) લાગુ પડયો છે. નાના અને મદ્યમ ઉધ્યોગોમાં આ ટેક્સ ગુંચવાડા અને ચિંતાનુ કારણ બન્યો છે. અમદાવાદની વાત કરિયે તો અનેકવીધ વ્યાપારી ગતિવિધિઓથી ધમધમતા આપણા શહેરમાં પણ નાના ઉધ્યોગો GST ના લીધે અસમંજસ અનુભવી રહ્યા છે. આ વાતને તાજેતરના ટાઇમ્સ ઓફ ઇંડિયા અખબારના લેખે વાચા આપી છે. હકીકતમા GST નો હાઉ ઉભો થવાનુ કારણ અધૂરી અને અફવા-આધારિત માહિતી મળવાનુ ગણાવી શકાય. ગુજરાત ચેંબર ઓફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ઍ GST માટે ઍક હેલ્પ ડેસ્ક ની રચના કરી છે. ઉપરાંત, ચોક્ક્સ પ્રકારના ઉધ્યોગોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ GCCI સરકારને રજૂઆત કરી રહી છે. સરકારે પણ સાનુકૂળ પ્રત્યાઘાત આપતા સરૅમિક અને ટેક્સટાઇલ સિવાયના લઘુ ઉધ્યોગો માટે દર ઘટાડવાની વાત સ્વીકારી છે.પણ મુખ્ય વાત છે GST અંગે સાચી સમજ સરળ શબ્દોમાં મેળવવાની.
અત્યાર સુધીના ટેક્સ વસ્તુ અને સેવાઓના ગંતવ્ય અથવા અંતિમ સ્થાન પર આધારિત હતા, જ્યારે GST મૂળ સ્થાન આધારિત છે, જે વધુ પારદર્શી અને ઝીણામાં ઝીણી વિગતો રાખવા પર ભાર મૂકે છે. જાણકાર અકાઉંટેંટ ની મદદ લઈને કે પછી GST અંગે કંપની ના અકાઉંટેંટ ને યોગ્ય પ્રશિક્ષણ અપાવી નાના ઉધ્યોગો GST ની તમામ મુશ્કેલીઓમાંથી બચી શકે છે.
ઍ પણ ઍટલું જ સાચું છે કે ઍક વાર GST-આધારિત ધંધાનું માળખું તૈયાર થઈ જાય પછી સરળતાથી આ ટૅક્સ ના ફાયદા ઉઠાવી શકાય છે અને લઘુ તેમજ મધ્યમ કક્ષાના ઉધ્યોગો ભવિષ્યમા વધુ ટર્નોવરને સરળતાથી સાચવી શકે છે કેમકે GST ને લીધે ઍમણે ફક્ત ઍક જ ટૅક્સ અંગે વિચારવાનું રહે છે.
મુનીમજી પાસે છે GST અને અકાઉંટ ની દરેક સમસ્યાઓના ઉપાય. શીખવુ હોય કે કુશળ અકાઉંટેંટ જોઈતા હોય, મુનીમજી તમારી બધી વાણિજ્યિક જરૂરીયાતો ને પહોચી વળશે.
Comments
Post a Comment